top of page

પિત્તાશયની પથરીથી બચવાનો ઉપાય

આજકાલ પથરી અને તેના દુખાવા વિશે રેડિયો ટીવી અને છાપાંમાં ચર્ચાઓ થાય છે , પરંતુ તેના વિશે આપણને કેટલી ખબર છે? કોને બતાવવું , ક્યારે બતાવવું ? સારવારના શું ઓપ્શન્સ છે?

પથરી વિશે જાણવા જેવું:

શરીર માં પથરી ઘણી જગ્યાએ થઇ શકે છે। ..

1. કિડની, પેશાબ ની નળી, મૂત્રાશય

2. પિત્તાશય, પિત્તની નળી

3. સ્વાદુપિંડ (PANCREAS)

અહીં આપણે પિત્તાશય તથા તેમાં થતી પથરી વિશે જાણીશું :

 

પિત્તાશયનું કામ પિત્તનો સંગ્રહ કરવાનું છે, પિત્ત એક જાત નો અંતઃસ્ત્રાવ છે જે લીવરમાં બને છે અને ચરબીના પાચન નું કામ કરે છે, જયારે ઉપયોગ ના હોય ત્યારે પિત્તાશય માં તેનો સંગ્રહ થાય છે અને તેને ઘટ્ટ બનાવે છે.

પિત્તાશયમાં જયારે પથરી થાય છે ત્યારે તે તેમાં ચેપ- ઇનફેકશન કરે છે જેના કારણે નીચેના લક્ષણો જોવા મળે છે:

1. પેટ ભારે થવું

2. પેટના ઉપર ના ભાગ માં દુખાવો થવો

3. ઉલ્ટી - ઉબકા થવા

4. તાવ આવવો

 

જો ઉપર પ્રમાણેના લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટર નો સંપર્ક કરવો

પિત્તાશયની તકલીફ ના સંદર્ભ માં સોનોગ્રાફી તથા લોહીની તપાસ સૌ પ્રથમ જરૂરી બને છે, જો કમળો થયો હોય અથવા તેના લક્ષણો જોવા મળે તો M.R.I. કરાવવો જરૂરી બને છે કે જેથી જાણી શકાય કે પથરી પિત્તની નળી માં આવીને અટકી નથી ને.

 

એકવાર નિદાન થયા પછી ઓપરેશનનો પ્રકાર નક્કી કરવામાં આવે છે

 

પિત્તાશયની પથરીમાં દવાથી કાઢી શકાતી નથી તેમજ ખાલી પથરી કાઢી શકતી નથી

તેમાં પિત્તાશય જ કાઢવું પડે છે અને જો પથરી પિત્તની નળી માં અટકી હોય તો endoscopy કરી ને કાઢી ને stent મુકવામાં આવે છે

 

પિત્તાશય નું ઓપેરશન 2 પ્રકારે કરવામાં આવે છે :

1.ટાંકાવાળું અથવા

2. દૂરબીનથી- Laparoscopy

 

ઓપરેશન પછી દૂરબીન ના ઓપેરશન માં 2 દિવસ અને ટાંકાવાળા ઓપેરશન માં 5-6 દિવસ દાખલ રેહવાની જરૂર પડે છે

ઓપેરશન પછી ખાવા પીવા માં વધારે પરેજી રાખવાની જરૂર પડતી નથી , ફક્ત તેલવાળો મસાલાવાળો તેમજ ચરબીવાળો ખોરાક પ્રમાણ માં ઓછો લેવો, નહિ તો પેટમાં ગેસ વધારે થવો અથવા ખોરાક લીધા પછી ઝાડા થવા જેવી તકલીફો જોવા મળે છે .

                 આપણા શરીરમાં સૌથી મોટા અવયવ લિવરની બખોલમાં પિત્તાશય આવેલું છે જેને ગોલ બ્લેડર કહેવામાં આવે છે. એમાં પિત્ત જામે ત્યારે પિત્તાશયની પથરી એટલે ગોલ બ્લેડર સ્ટોન કહેવાય છે. આને માટે મોટાભાગે આધુનિક સર્જનો ગોલ બ્લેડરને કઢાવી નાંખવા ઓપરેશન સૂચવે છે

               મૂત્રમાં રહેલા ક્ષારો જામે છે એટલે પથરી ક્ષાર પેશાબ વાટે બહાર આવે છે. આયુર્વેદો એને ભસ્મ નામથી ઓળખે છે. આયુર્વેદમાં એને વાતજન્ય, પિત્તજન્ય અને કફજન્ય એમ જુદા જુદા પ્રકારે ઓળખાવાય છે. પેશાબની પથરી ત્રણ જગાએ મળી આવે છે.

                     કોઈક વાર મૂત્રપિંડમાં, કોઈક વાર મૂત્રનલમાં તો કોઈક વાર મૂત્રાશયમાં. આપણું શરીર પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચમહાભૂતનું બનેલું છે. છઠ્ઠી ચેતના ધાતુ ભળે ત્યારે પુરુષ બને છે. અહીં પુરુષ એટલે સ્ત્રી અને પુરુષમાં ભેદ નથી.આ પથરીમાં પૃથ્વી અને જળ મળી કફ થાય છે. અગ્નિ પિત્તને સર્જે છે, જ્યારે વાયુ અને આકાશ મળી વાયુ પેદા કરે. આ ત્રણે તત્ત્વો વાયુ, પિત્ત અને કફ શરીરને ધારણ કરે છે. દરેકને પોતાનું આગવું અને વિશિષ્ટ કાર્ય છે.

                ત્રણેના સંયોજનમાંથી સમગ્ર સૃષ્ટિ સર્જાઈ છે. જે સૃષ્ટિમાં છે તે આપણા પિંડમાં છે અને જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. આમાં વાયુના વિકાર ૮૦, પિત્તના ૪૦ અને કફના ૨૦ છે. એમાં પિત્તની પથરીનો ઉપચાર કરીએ.સામાન્ય ભાષામાં પથરીને અશ્મરી કહે છે, પરંતુ આપણા શરીરમાં સૌથી મોટા અવયવ લિવરની બખોલમાં પિત્તાશય આવેલું છે, જેને ગોલ બ્લેડર કહેવાય છે. એમાં પિત્ત જામે ત્યારે પિત્તાશયની પથરી એટલે ગોલ બ્લેડર સ્ટોન કહેવાય છે. આને માટે મોટે ભાગે આધુનિક સર્જનો ગોલ બ્લેડર કઢાવી નાખવાનું ઓપરેશન સૂચવે છે.

                          એક વાચકને પથરીની સમસ્યા છે. તેમને ઓપરેશન નથી કરાવવું, પણ આયુર્વેદિક ઉપચાર કરવો છે.આયુર્વેદમાં પિત્તાશમરીનો ઉલ્લેખ છે. આમ તો એ એકાદ પથરીના રૃપમાં હોય છે તો કયારેક નાના નાના ગોલ બ્લેડર સ્ટોનના સ્વરૃપમાં હોય છે, પિત્તાશયમાંથી પિત્તનો માર્ગ જ્યારે આ પથરીથી અટકી જાય ત્યારે એવી વેદના ઊપડે કે પ્રાણ વલોવાઈ જાય. તે વખતે તત્કાળ હોસ્પિટલમાં દાખલ થઈ પિત્તાશય કઢાવી નાખવું પડે.

                           પિત્તાશયની પથરી માટે ખાસ ઉપચારમાં કોલકતાના એક વૈદ્યે એખરાનો ઉપયોગ કર્યો છે. સંસ્કૃતમાં એનું નામ કોકિલાક્ષ છે.  એટલે કોયલની આંખ જેવી એના ફૂલની આકૃતિ હોય છે. આ એખરો પૌષ્ટિક છે, શીતળ છે, વેદના મટાડે છે, બલદાયક છે, પેશાબ છૂટથી લાવે છે. એનાં બીજ ચીકાશદાર અને કામોત્તેજક છે. એનાં મૂળ, પાન, ફૂલ વગેરે પાંચ અંગોની રાખ એટલે 'ક્ષાર' પથરીમાં ઉપયોગી છે. તમામ પૌષ્ટિક પાકમાં એ ખૂબ જાણીતા છે, પણ પિત્તાશયની પથરીમાં એખરાનો ક્ષાર આપણી બાજુ બહુ પ્રચલિત નથી.જાણકાર વૈદ્યો એખરાનો ક્ષાર જેને ઇક્ષુરકા ક્ષાર કહે છે તે અડધી ચપટી સવાર, બપોર અને રાત્રે આપતાં પિત્તાશમરી ઓગળતી જોઈ છે. નવાઈની વાત તો એ છે કે આ ક્ષાર કે કોઈ ઔષધ પિત્તાશય સુધી પહોંચી શકે નહીં.એક દરદીને ગોલ બ્લેડર સ્ટોન સાથે કિડની-મૂત્રપિંડની નાની નાની પથરી ઓગળી ગઈ. મૂત્રપિંડનો રિપોર્ટ સ્વચ્છ આવ્યો, પરંતુ ગોલ બ્લેડરના સ્ટોનની સાઈઝ ધીરે ધીરે ઘટતી ગઈ. એખરાના ક્ષારથી લાભ થયો. પાષાણભેદ, ગોખરું, ત્રિફળાં વાઈવરણો એનો કવાથ આપ્યો. દરદીને મેદ ઘટી ગયો. પેટમાં ભારેપણું ઓછું થઈ ગયું.

                                 ઓપરેશનની પ્રથા પંડિત સુશ્રુતના વખતથી ભારતમાં વિકસી, પરંતુ આ સર્જરી વિદેશમાં વિકસી પણ તે સોએ સો ટકા સફળ છે તેવું ય નથી. હરસનું ઓપરેશન કરાવ્યા પછી તે ફરી પાછી થાય છે. કિડની સ્ટોન કઢાવ્યા પછી તે ફરીથી થાય છે. એટલે પિત્તાશયની પથરીના કેસો બહુ ઓછો આવે, પણ એનાં કારણોમાં પિત્ત ઘાટું બની જામે છે. બેઠાડું જીવન, દૂધ, ઘી, માખણ, દહીં, મીઠાઈ, તેલ, ચરબી વગેરેનો અતિરેક મહત્ત્વનો ભાગ ભજવે છે, જે આજના જીવનની મોટી કરુણતા છે. હૃદયરોગના હુમલા અથવા કેન્સરથી બચવા માટે એના આદેશ સમજી શકાય, પરંતુ પિત્તની પથરી ફકત પિત્તાશયમાં જ સંભવે. આજનો જમાનો સરળતાનો છે. સહજતાનો છે એટલે માત્ર ઓપરેશનથી પિત્તાશય કઢાવી નાખવું કે નહીં એ લાખ રૃપિયાનો સવાલ છે. આ દરદી છેલ્લાં છ વર્ષથી એખરાનો ક્ષાર, જવખાર, મૂળાનો ક્ષાર જેવા ક્ષાર ઉપર જીવે છે. પથરીનું કદ ઘટી ગયું છે.

                             એખરાનો ક્ષાર મૂત્રલ છે, પણ પિત્ત વિરેચક અને પિત્તાશયનો સોજો મટાડે છે.ઝડપથી સારા થવા અને કડાકૂટથી બચવા પિત્તાશય કઢાવી નાખવાથી કોઈ નુકસાન થતું નથી. તો દરદી કહે છે કે કુદરતે આવા પિત્તાશયનું નિર્માણ શા માટે કર્યું? પાચનક્રિયામાં નાભિ આગળ રહેલી છઠ્ઠી પિત્ત ધરાકલા જે અન્નને પચાવા માટે જાણીતી છે ત્યાં પાચક રસો અગ્નાશય (પેન્ક્રિયાસ) અને આજુબાજુના પાચક રસો એકઠા થાય. તેને માટે કુદરતે પપૈયા જેવું ફળ નિર્માણ કર્યું છે. પાકું પપૈયું લેવાથી પિત્તના વિકારો ઘટે છે. પિત્ત ઓછું થઈ જાય ત્યારે મદદરૃપ નીવડે છે.

                                          પિત્તાશયમાંથી પિત્ત જ્યારે આવતું ઘટે ત્યારે એ લોહીમાં ફેલાય, કમળાનું સ્વરૃપ ધારણ કરી શકે. એમાં ખોરાકની રુચિ ઘટી જાય છે. ઊલટી, મોળ, ઊબકાં આવે જેને ઓસ્ટ્રેકિટવ જોન્ડિસ કહે છે. ત્યારે પિત્તનું વિરેચન કરવા એખરો પરમ ઉપયોગી નીવડે છે. પપૈયા સાથે પથ્ય ઉપર રહી ખાટા, ખારા, તીખા, દાહક તથા ક્ષોભક પદાર્થોથી બચી જઈને દરદી સાજો થઈ શકે છે. દેશી લોકો આજે પણ એના કૂમળા પાલાનું શાક કરે છે. આ જ્ઞાાન પામવા માટે કુદરત સમીપે જવું પડે. બાકી કડાકૂટ ન જોઈએ તો પિત્તાશય કઢાવી નાખવું એ સરળ માર્ગ છે.

bottom of page